નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત પવનને આપ્યો મોટો ઝટકો, ક્યુરેટિવ અરજી ફગાવી

નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચોથા દોષિત પવનની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પવને પોતાની અરજીમાં કહ્યું હતું કે તે ઘટના સમયે સગીર હતો. આ મામલે તેની રિવ્યુ અરજી અગાઉ ફગાવી દેવાઈ હતી. 5 જજોની પેનલે સર્વસંમતિથી પવનની અરજી ફગાવી દીધી. 

નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત પવનને આપ્યો મોટો ઝટકો, ક્યુરેટિવ અરજી ફગાવી

નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચોથા દોષિત પવનની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પવને પોતાની અરજીમાં કહ્યું હતું કે તે ઘટના સમયે સગીર હતો. આ મામલે તેની રિવ્યુ અરજી અગાઉ ફગાવી દેવાઈ હતી. 5 જજોની પેનલે સર્વસંમતિથી પવનની અરજી ફગાવી દીધી. 

બંધ બારણે થયેલી સુનાવણી જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમન, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણ સવારે 10:25 વાગે અરજી પર સુનાવણી શરૂ કરી. અત્રે જણાવવાનું કે ક્યુરેટિવ પિટિશનની સુનાવણી બંધ બારણે થાય ચે. આ મામલે અન્ય ત્રણ દોષિતોની ક્યુરેટિવ અરજી ફગાવવામાં આવેલી છે. એવું માનવામાં આવતું હતું કે આ અરજી પણ કોર્ટ ફગાવી દેશે. 

જુઓ LIVE TV

પવનની ક્યુરેટિવ અરજી ફગાવવામાં આવ્યાં બાદ હજુ પણ તેની પાસે દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. આ અગાઉ અન્ય ત્રણ દોષિતોની ક્યુરેટિવ અને દયા અરજી ફગાવવામાં આવેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news